“Happiness of following your Heart”

કેટલું સુંદર વાક્ય છે. વાંચીને પણ હ્રદયને કેટલો આરામ મળે છે. છતાંય આજના ભાગદોડભર્યા સમયની વરવી વાસ્તવિકતા એ છે કે માણસ પોતાની અપેક્ષાઓ અને ઈચ્છાઓના ભાર તળે પોતાના અંતરનો અવાજ સાંભળવામાં વામણો સાબિત થઈ રહ્યો છે. સમય શું કોઈ ના માટે ક્યારેય રાહ જોઈને ઊભો રહ્યો છે કે આગળ પણ ઊભો રહેશે? પરંતુ ઈશ્વરે બુદ્ધિ અને વાચાના સ્વરૂપે માનવજાતને જે અમુલ્ય ભેટ ધરી છે એનો ઉપયોગ આપણે આપણા હિત કરતાં જાણે અજાણે અહિત કરવામાં વધારે કરીએ છીએ. કારણકે તર્કનો ઉપયોગ કરવા જતા આપણે આપણા અંતરના અવાજને વારંવાર નજરઅંદાજ કરીએ છીએ. એ વાત તો ઘણી સ્પષ્ટ જ છે કે કઈક મેળવવા કઈક ખોવું તો પડે છે પણ શું એ જ કઈક ખોવા સામે જો મનગમતું કઈક મળે તો એનો આનંદ કેટલો અનેરો હોઈ શકે છે એ તરફ આપણે વિચારવાનો સમય ફાળવવા જેટલી તસ્દી પણ નથી લેતા એ શું દુખદાયક બાબત નથી?

આપણે ભલેને ગમે એટલી પ્રગતિના માર્ગે આગળ વધીએ પરંતુ અંતે તો જીવનની સરળતા અને સાદગી જ સાચ્ચા આનંદનું કારણ હોય છે. એટલે જ તો હજી આજેય જે પણ પોતાના અંતરના અવાજને પ્રાધાન્ય આપે છે એ સફળતાના શિખરો સર કરે છે. કારણકે, અંતરનો આવાજ ક્યારેય પણ છેતરતો નથી અને એને અનુસર્યા પછી જે આત્મસંતોષ મળે છે એ ખૂબ જ આહલાદક હોય છે. તેથી જ જીવનમાં હમેંશા મનના આવાજને અનુસરવો જોઈએ.

2 thoughts on ““Happiness of following your Heart”

Add yours

  1. Very well written. It’s true that except for our early childhood , we hardly care to hear our inner voice. During our entire adulthood , we are busy chasing all material things and in that rush , we conveniently ignore to listen to voice of our inner self. Someone has aptly said , what heart knows today , mind will know tomorrow. It’s never too late to start devoting few moments everyday to listen to your inner voice. Keep writing on such motivating topics

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: