Empowering?

વિચારોના વૃંદાવનમાં ખોવાઈ ગઈ. આમ તો ઘણે દૂરદૂરની યાત્રા કરવા માણસનું મન સક્ષમ છે; પળવારમાં તો અંતરિક્ષ સુધી પહોંચી જતું હોય છે, નહીં? ખેર, હું પણ આ સહેલગાહ માણતા માણતા ઘણી આગળ નીકળી ગઈ, પણ એક શબ્દ પર જાણે કે હું અટકી ગઈ. અને એ શબ્દ હતો “Empowering” – “સશક્તિકરણ”.

આ શબ્દ જ એટલો પાવરફૂલ છે કે એમાં જ “શક્તિ” શબ્દનો સમાવેશ થઈ જાય છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં “power” ની જ બોલબાલા છે અને “power game” માં જ પછી એ દેશ હોય કે જનમાનસ જાણે રચ્યૂપચ્યું છે. જો સશક્તિકરણની વાત કરીએ તો સશક્તિકરણના પણ ઘણા પ્રકાર છે, જેમ કે સ્ત્રી-સશક્તિકરણ કે યુવાધન-સશક્તિકરણ. મારાં મત મુજબ કોઈ પણ સમાજ, દેશ કે વિશ્વ ત્યારે જ શક્તિશાળી થઈ શકે જ્યારે જે-તે સમયના લોકો આંતરિક રીતે સશક્ત બને; ફક્ત સ્ત્રી-સશક્તિકરણથી સંપૂર્ણ વિકાસ નથી સાધી શકાતો. એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે જ કે મજબૂત સમાજના મૂળ તો સ્ત્રી-સશક્તિકરણથી જ થાય. પરતું એ આખો વિષય જ ઘણો અલગ છે. અત્યારે જો આપણે “holistic view” ની વાત કરીએ તો ચોક્કસ જ આ મુદ્દો વિચારનો એક ભાગ છે.

આમ તો ખાસ કરીને આ શબ્દ પર જ થોભી જવાનું મન એટલે થયું કે આ એક શબ્દએ મને વિચારતી કરી મૂકી. “Empowering” શબ્દ ની પાછળ જો “within” જોડી દેવામાં આવે તો સંપૂર્ણ શબ્દ બને “Empowering within”. ભાષાની આ જ તો સુંદરતા છે – શબ્દ રમત. જ્યારે માનવી આંતરિક રીતે સક્ષમ બને તો એ “વિશ્વ માનવ” બનવા તરફ પ્રગતિ કરી શકે છે. આજની ભાગદોડ ભરી જીવનધારામાં જ્યાં આપની પાસે પોતાના માટે જ ક્ષણ માત્ર નથી ત્યાં આ તો કેટલી મોટી વાત થઈ, ખરું ને? પણ આપણે વિચારોથી સમસ્યા જેટલી મોટી બનાવી દઈએ છીએ, સમસ્યા ખરેખર એટલી મોટી હોતી નથી; જરૂર છે તો ફક્ત બે ઘડી શ્વાસ લઈને આંતરીક નિરીક્ષણની (Internal or self introspection).

શું આપણે કહી શકીએ કે આપણી પાસે મટિરિયલ પાવર છે તો આપણે ખરા અર્થમાં પાવરફૂલ એટલે કે સશક્ત છીએ? કે પછી ટેક્નોલોજિકલ સહુલિયતને કારણે પણ આપણે શક્તિશાળી છીએ? એ ખરું કે ટેક્નોલોજીએ આપણાં જીવનને સરળતા બક્ષી છે; પણ એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે આપણે આપણા જ સર્જનનાં ગુલામ બની બેઠા છીએ અને ઈચ્છવા છતાંય એ ગુલામી નો ત્યાગ કરી શકતા નથી. તેથી જ જીવનમાં બાહ્ય પ્રગતિની જેટલી જરૂર છે એટલી જ જરૂર છે આંતરિક પ્રગતિની. એક મનુષ્ય તરીકે સંપૂર્ણ પ્રગતિ ત્યારે જ શક્ય બને જ્યારે આપણો બાહ્ય અને આંતરિક વિકાસ થાય. યોગ, પ્રાણાયામ, સત્સંગ, કે પછી ધ્યાન – આ બધા અલગ અલગ માર્ગો છે જેના થકી આપણે આપણી જાતને આપણાં અંતર સાથે જોડી શકીએ છીએ અને “સ્વ” ને “Empower from within” કરી શકીએ જેમાં કોઈ બેમત નથી. બસ આપણી જાત તરફ, આપણાં જીવન પ્રત્યે થોડી સભાનતા કેળવવાની અને આત્મ-શ્રદ્ધાપૂર્વક આગળ વધવાની તૈયારી માત્રની વાર છે.

4 thoughts on “Empowering?

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: